ધી મ,લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસાની સ્થાપનાને પ૯ વર્ષ પૂર્ણ થાય છે.
આ સંસ્થાના પ્રમુખ તરીકે મારી ફરીથી વરણી થયા બાદ આજના સ્થાપના દિન પ્રસંગે સંસ્થા સંચાલિત વિવિધ વિદ્યાશાખા ઓના મુખપત્ર “માજમ''ના વિમોચન પ્રસંગે સર્વે હોદ્દેદારો
સહિત હું આનંદ અને હર્ષ ની લાગણી વ્યક્ત કરું છું.
આ સંસ્થા દ્વારા શિક્ષણની અવિરત વિકાસ યાત્રા દ્વારા અનેક સંસ્થાઓ શરૂ કરી શિક્ષણ ક્ષેત્રે રાજ્ય અને દેશમાં પ્રતિષ્ઠાનું સ્થાન અપાવનાર
તેમજ નગરને શિક્ષણ નગરી બનાવવામાં જોડાયેલ દાતાશ્રીઓ, અભ્યાસ કસ્તા વિધાર્થીઓ વિદ્યાધિનીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ મિત્ર, આચાર્ય શ્રી, કોલેજપરિવાર, વાલીઓ, સરકારી
અધીકારીશ્રીનો વર્ષ દરમિયાન મળેલ સાથી અને સહકારનો અરીસો એટલે જ “માજમ” મુખપત્ર. આ મુખપત્ર શિક્ષણ સાથે ! સંકળાયેલ વિદ્યાર્થીઓની ઈત્તર પ્રવૃત્તિઓ, સંગીત, નૃત્ય, કલા, રમતગમત,
વ્યક્તિત્વ વિકાસ ક્ષેત્રે તેઓમાં રહેલી સુષુપ્ત શક્તિ ને વાચા આપનાર તેમજ વર્ષ દરમિયાન પ્રવૃત્તિઓની જીવંત પરીક્ષા સમાન છે. જેને જાળવવા અને સાચવવાની યોગ્ય દસ્તાવેજ બની રહેશે.
કેમ્પસની વિવિધ વિદ્યાશાખા ઓના અભ્યાસ ઉપરાંત એન.એસ,એસ, એન.સી.સી. શિબિર, સેમિનાર, વર્કશોપ, જ્ઞાનસત્ર, વિજ્ઞાન પ્રદર્શન, કેમ્પસ ઈન્ટરવ્યું તેમજ યુવક પ્રવૃત્તિઓચી સમગ્ર વર્ષ ઘમઘમતો રહે છે.
જેની નોંધ ઈલેક્ટ્રોનિક મીડિયા અને અખબારો દ્વારા લેવાતાં સરકારશ્રી અને રાજ્યમાં મંડળને આગવી પ્રતિષ્ઠા મળે છે.
આ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહની મોડાસા નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી થયેલ છે, જે આપણા સૌ માટે ગૌરવ છે.
તેઓશ્રી અભિવાદન સમારોહ પ્રસંગે પડા શ્રી દેવેન્દ્રભાઈ પટેલ, શ્રી મહેશભાઈ કસવાલા તથા શ્રી હર્ષદ ગીરી ગોસ્વામી ઉપસ્થિત રહી પ્રેરક પ્રવચન દ્વારા તેઓની વહીવટી કુશળતાને બિરદાવી હતી.
વર્ષ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા મંડળ સંચાલિત શ્રી એચ.એસ. શાહ કોમર્સ કોલેજ તેમજ સર પી.ટી. સાયન્સ કોલેજને ફીનીસીંગ સ્કૂલ અંતર્ગત રૂપિયા ૨,૦૦,૦૦૦/- ની ગ્રાન્ટ મળતો કોલેજ દ્વારા
વિધ્યાર્થી ભાઈ બહેનોને ડીગ્રી મેળવ્યા બાદ ઉજ્જવળ કારકિર્દી માટે જરૂરી વિવિધ ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન અને માહિતી સભર જ્ઞાન પૂરું પાડવામાં આવેલ છે તેમજ લેબોરેટરી લાઈબ્રેરી દ્વારા જ્ઞાન અને શિક્ષણ આપી ભવિષ્યમાં
સ્વરોજગારીની તકો ઉપલબ્ધ થવાની છે જે આ કેમ્પસ ગૌરવ સમાન છે. ભારત સરકાર દ્વારા અટલ ટીકરીંગ લેબોરેટરી માટે શ્રી જે. બી. શાહ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ પસંદ થતા સરકારશ્રી સાથે એમ.ઓ.યુ. કરવામાં
આવેલ છે અને અટલ લેબ માટે અધતન લેબોરેટરી તૈયાર થઈ ગયેલ છે, જેનાથી કેમ્પસની આગવી પ્રતિષ્ઠા ઉભી થયેલી છે.
ગત વર્ષના સ્થાપના દિન પ્રસંગે શ્રી અજય ઉમટ (તંત્રી શ્રી, ના ગુજરાત સમય) તથ: શ્રી સંદિપભાઈ કે. શેઠ ! (વાઇસ પ્રેસિડન્ટ, ફેલાઈ ગુજરાત)એ
ઉપસ્થિત રહી વિદ્યાર્થીને અને નગરજનોને પ્રેરણાદાયી સંબોધન કરેલ જે યાદગાર બની રહેલ છે. વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રી રમણલાલ પાટકર (વન અને આદિજાતિ વિકાસ રાજ્ય કક્ષાએ
કેમ્પસ ની મુલાકાત પ્રસંગે આ સંસ્થાની પ્રવૃત્તિઓ અને પ્રગતિથી પ્રભાવિત થઈ નગરજનોને પ્રેરણાદાયી ઉદબોધન કરેલ છે. રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તેમજ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યની
ભાઈઓ બહેનો ની હોકી સ્પર્ધાનું આયોજન કેમ્પસ મેદાનમાં કરવામાં આવેલું અને સમગ્ર રાજ્યમાંથી આશરે ૩૫૦ બહેનો તથા તેટલા જ માઈઓએ ભાગ લઈ હોકી ક્ષેત્રે જિલ્લા અને રાજયમાં નામાના મેળવેલ છે.
જે પ્રસંગે માનનીય મંત્રી શ્રી રમણલાલ પાટકર સાહેબ તેમજ અરવલ્લી જિલ્લાના માનનીય કલેક્ટરશ્રી નાગરાજન સાહેબે ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરેલ.
ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના યુવાનો ને આગળ લાવવા માટેની તક પૂરી પાડવા ના સંકલ્પ સાથે રાષ્ટ્રીય યુવા સંસદ પ્રોજેક્ટ અંતર્ગત અરવલ્લી જિલ્લાની
યુવા સંસદ સ્પર્ધાનું આયોજન સંસ્થા સંચાલિત કોમર્સ કોલેજ માં કરવામાં આવેલ જેમ મોડાસા નગર તેમજ કેમ્પસના વિધાર્થીઓને રાજ્ય લેવલે ભાગ લેવાની તક મળેલ છે જે આ સંસ્થાની વિશિષ્ટ ઉપલબ્ધિ છે.
સંસ્થા સંચાલિત જે. બી. શાહ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા જિલ્લા લેવલે વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ નંબર આવવા બદલ તેમજ પ્રથમ નંબરે આવેલ કૃતિ રાજ્ય લેવલે વિજ્ઞાન પ્રદર્શનમાં
પ્રદશિત થયેલ જે માટે શાળાના વિધાર્થીઓ અને સ્ટાફ અભિનંદન ને પાત્ર છે.
મોડાસા ના વતની અને ફોટોગ્રાફી ક્ષેત્રે ખ્યાતનામ શ્રી સુનિલ આડેસરા દ્વારા તેઓશ્રીની ઉત્તમ ફોટોગ્રાફી અને કૃતિઓ આ સંસ્થાની આર્ટ ગેલેરીમાં પ્રદર્શિત કરવા આપવામાં આવેલ છે તે માટે તેઓના આભારી છીએ.
ઉપપ્રમુખશ્રી કાન્તિભાઈ એચ. પટેલના પરિવારજનો દ્વારા મંડળને રૂા. ૧૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા અગિયાર લાખ પુરા નુ દાન આપવા સંમતિ આપેલ છે તે માટે તેઓને આભારી છું,
વર્ષ દરમિયાન મંડળ દ્વારા સપ્તકલા કલ્ચરલ ફોરમ ના ઉપક્રમે નગરજનોને ઉત્તમ કક્ષા ના નાટકો તેમજ સંગીત દ્વારા ભા.મા.શાહ હાલમાં મનોરંજન પૂરું પાડવાનું આયોજન કરેલ છે જે માટે નગરજનો તરફથી સુંદર પ્રતિભાવ મળેલ છે. આ માટે ગુજરાત રાજ્ય નાટ્ય સંગીત અકાદમીના આભારી છીએ.
મંડળ દ્વારા સપ્તકલા કલ્ચરલ ફોરમ ને સતત જીવંત રાખવામાં સંસ્થાના માનદમંત્રીશ્રી ડૉ. શ્રી નવીનભાઈ સી. શેઠનું ઘણું મોટું યોગદાન રહેલ છે પરંતુ સતત નવ વર્ષ સુધી માનદમંત્રી તરીકે વહીવટમાં સતત સહકાર અને
હૂંફા આપ નાર ડૉ. શ્રી નવીનભાઈ શેઠનું થોડા સમય પહેલા નિધન થયેલ છે, જેનાથી મંડળને ન પૂરાય તેવી ખોટ પડી છે. મંડળ દ્વારા ડૉ. નવીન ભાઈ શેઠની સંગીત પ્રત્યે રુચિ અને સંગીતમાં રસ ધરાવનાર તમામને તક પૂરી પાડવા સતત પ્રયત્નશીલ રહેલા તેથી તેઓ શ્રી ની યાદમાં મોડાસા નગર તમામ શાળાઓ અને
કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી, વિદ્યાર્થીઓની સંગીત સ્પર્ધા નું દર વર્ષે આયોજન કરવા અને પ્રથમ આવનાર સ્પર્ધકને સ્થાપના દિને સન્માનિત કરવું નક્કી કરેલ છે. સંસ્થાના આ વિચારને મૂર્તિમંત કરવા સ્વ. નવીનભાઈ શેઠના પરિવાર દ્વારા રૂપિયા ૧,૦૦,૦૦૦/- નું દાન મળેલ છે
અને આ વર્ષે ડૉ. નવીનભાઈ શેઠ સુર સરગમ સંગીત સ્પર્ધાનું આયોજન પૂર્ણ કરી શાળાઓ તેમજ કોલેજ કેટેગરીમાં પ્રથમ આવનાર સ્પર્ધકોને આ સ્થાપના દિને સન્માનિત કરતા આનદ અને ગૌરવ ની લાગણી અનુભવીએ છીએ આ માટે સ્વ. ડૉ. નવીન ભાઈ શેઠ ના પરિવારજનોનો અંત:કરણપૂર્વક આભાર માનું છું.
મંડળના માનદ્દમંત્રી ડૉ. શ્રી નવીનભાઈ સી. શેઠનું નિધન થતા તેઓના પરિવાર દ્વારા શ્રી જે. બી. શાહ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના કોમર્સ સ્ટ્રીમ (સ્વનિર્ભર) સાથે નામ જોડવાની શરતે રૂા. ૫,૦૦,૦૦૦/- નું દાન આપવા પણ સંમતિ આપેલી છે,
તે માટે તેઓશ્રી પરિવારનો ઋણી છું.
વર્ષ દરમિયાન યુનિવર્સિટી પરીક્ષામાં કેમ્પસ વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓએ ઉચ્ચ ગુણ મેળવી યુનિવર્સિટી કક્ષાએ વિવિધ પારિતોષિક મેળવી કેમ્પસ નુ નામ રોશન કરેલ છે,
જે માટે વિધાર્થીઓને અભિનંદન પાઠવું છું તેમજ વિવિધ ક્ષેત્રે કોલેજ નો અધ્યાપકો દ્વારા સામાયિકોમાં શોધ પત્ર રજૂ કરી પીએચ.ડી. મેળવનાર અધ્યાપકો તેમજ વય નિવૃત થયેલ પરિવારના સભ્યોને અંત:કરણ
પૂર્વક અભિનંદન. !
મંડળ દ્વારા આર્ટ્સ કોલેજ તેમજ કોમર્સ કોલેજના સોલાર ઉર્જા થી કાર્યરત કરી ઉર્જા બચાવો ક્ષેત્ર મંડળ દ્વારા, વિશિષ્ટ કામગીરી કરેલ છે.
રાજય સરકાર દ્વારા કેમ્પ સને આર્ટસ, કોમર્સ, સાયન્સ કોલેજને વાઈફાઈથી સજ્જ કરવામાં આવેલ છે.
વર્ષ દરમિયાન મંડળ સંચાલિત આર્ટ્સ કોલેજના પ્રિન્સીપાલ તરીકે ડો. શ્રી દિપકભાઈ જોષી અને બી.ડી. શાહ એજ્યુકેશન કોલેજ ના કાયમી પ્રિન્સિપાલ
તરીકે ડૉ. શ્રી બી. ડી. પટેલની નિમણુંકને સરકારશ્રીએ મંજૂરી આપતી તેઓશ્રીએ ચાર્જ સંભાળી લીધેલ છે તેમજ ફાર્મસી ડીગ્રી કોલેજના પ્રિન્સીપાલ તરીકે ડૉ. શ્રી એમ. આર. મહેતા ની કાયમી આચાર્ય તરીકે નિમણુંક કરેલ છે,
જેનાથી કોલેજ ની પ્રગતિ અને વેગ મળશે તેવી આશા રાખું છું.
જમ્મુ-કાશ્મીરમાં પુલવામાં CRPFના જવાનોના કાફલા ઉપર થયેલ આંકવાદી હિચકારા હુમલામાં ૪૨ જવાનો.
શહીદ થયા તે બદલ સમગ્ર કેમ્પસ પરિવાર તરફથી સંવેદના પ્રગટ કરું છું. અને હાદિક શ્રદ્ધાંજલિ
વર્ષ દરમિયાન વિદ્યા સંકુલ ના દાંતા શ્રી મહાસુખ ભાઈ પટેલ આત્મીય જન તરીકે મને સતત પ્રોત્સાહિત કરી સંસ્થા નો વિકાસ કરવામાં સહકાર આપેલ છે તે બદલ તેને આભારી છું.
સમગ્ર વર્ષ દરમિયાન સંસ્થાનું વહીવટ માં સતત માર્ગદર્શન સહયોગ આપવા બદલ ટ્રસ્ટીશ્રી ડૉ. અરૂણભાઈ શાહ તથા મંડળના ઉપપ્રમુખ શ્રી, માનમંત્રીશ્રીઓ,
કો-ઓર્ડિનેટર શ્રી નો આભારી છું આ સંસ્થાના વિકાસમાં સતત સહયોગ આપનાર કારોબારી સભ્ય શ્રી, સંકુલ ના આચાર્યશ્રી, સ્ટાફ મિત્રોને પણ વિશેષ આભાર...