ધી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસાની સ્થાપનાને પ૯ વર્ષ પૂર્ણ થાય છે. આ સંસ્થાના
પ્રમુખ તરીકે મારી ફરીથી વરણી થયા બાદ આજના સ્થાપના દિન પ્રસંગે સંસ્થા સંચાલિત વિવિધ
વિદ્યાશાખા ઓના મુખપત્ર “માજમ''ના વિમોચન પ્રસંગે સર્વે હોદ્દેદારો સહિત હું આનંદ અને
હર્ષ ની લાગણી વ્યક્ત કરું છું.
આ સંસ્થા દ્વારા શિક્ષણની અવિરત વિકાસ યાત્રા દ્વારા અનેક સંસ્થાઓ શરૂ કરી શિક્ષણ ક્ષેત્રે
રાજ્ય અને દેશમાં પ્રતિષ્ઠાનું સ્થાન અપાવનાર તેમજ નગરને શિક્ષણ નગરી બનાવવામાં જોડાયેલ
દાતાશ્રીઓ, અભ્યાસ કસ્તા વિધાર્થીઓ વિદ્યાધિનીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ મિત્ર,
આચાર્ય શ્રી, કોલેજપરિવાર, વાલીઓ, સરકારી અધીકારીશ્રીનો વર્ષ દરમિયાન મળેલ સાથી અને
સહકારનો અરીસો એટલે જ “માજમ” મુખપત્ર. આ મુખપત્ર શિક્ષણ સાથે ! સંકળાયેલ વિદ્યાર્થીઓની
ઈત્તર પ્રવૃત્તિઓ, સંગીત, નૃત્ય, કલા, રમતગમત, વ્યક્તિત્વ વિકાસ ક્ષેત્રે તેઓમાં રહેલી
સુષુપ્ત શક્તિ ને વાચા આપનાર તેમજ વર્ષ દરમિયાન પ્રવૃત્તિઓની જીવંત પરીક્ષા સમાન છે.
જેને જાળવવા અને સાચવવાની યોગ્ય દસ્તાવેજ બની રહેશે. કેમ્પસની વિવિધ વિદ્યાશાખા ઓના
અભ્યાસ ઉપરાંત એન.એસ,એસ, એન.સી.સી. શિબિર, સેમિનાર, વર્કશોપ, જ્ઞાનસત્ર, વિજ્ઞાન પ્રદર્શન,
કેમ્પસ ઈન્ટરવ્યું તેમજ યુવક પ્રવૃત્તિઓચી સમગ્ર વર્ષ ઘમઘમતો રહે છે.
Read more