ધી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસાની સ્થાપનાને 65 વર્ષ પૂર્ણ થાય છે. આ સંસ્થાના પ્રમુખ તરીકે મારી વરણી થઈ. આ પ્રસંગે સર્વે હોદ્દેદારો અને કારોબારી સભ્યો સહિત હું આનંદ અને હર્ષની લાગણી વ્યક્ત કરું છું. ગત વર્ષના સ્થાપના દિન પ્રસંગે શ્રી નેહલ ગઢવી (મોટીવેશનલ સ્પીકર) ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને અને નગરજનોને પ્રેરણાદાયી, યાદગાર સંબોધન કર્યું હતું.
અમારું કેમ્પસ કુલ પંદર કોલેજો અને એક ઇન્ગલીશ મીડીયમ સ્કૂલ સહિત કુલ સોળ સંસ્થાઓ અને દસ હજાર વિદ્યાર્થીઓથી ધમધમતું કેમ્પસ છે. અન્ય સંસ્થાઓમાં કોલેજ હોસ્ટેલ બોયસ એન્ડ ગર્લ્સ અલગ અલગ હોસ્ટેલ આવેલી છે. અદ્યતન કોલેજ કેન્ટીન અદ્યતન વાતાનુકુલિત ભા.મા.શાહ સભાગૃહ છે. આંખોને ગમે તેવો નયનરમ્ય અદ્યતન બગીચો બની રહ્યો છે.
અમારી શૈક્ષણિક સંસ્થાઓના મુખ્ય ઉદ્દેશો :
શૈક્ષણિક સંસ્થાઓનો સૌથી મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વિવિધ વિષયોનું ઊંડું જ્ઞાન આપવાનો છે. આ સાથે, તેઓને આ જ્ઞાનનો ઉપયોગ વ્યવહારિક જીવનમાં કેવી રીતે કરવો તે શીખવવામાં આવે છે. જેમાં વિજ્ઞાન, ગણિત, સાહિત્ય, કલા અને અન્ય વિષયોનો સમાવેશ થાય છે.વળી તે વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક, સામાજિક અને નૈતિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તક પૂરી પાડવામાં આવે છે.
Read more